કોઈ સ્પષ્ટ કારણ વગર સતત વજન ઘટવું એ કેન્સરની શરૂઆતના લક્ષણો છે.

લાંબા સમય સુધી થાક અને નબળાઈ અનુભવવી પણ કેન્સરના લક્ષણો હોઈ શકે.

શરીરના કોઈ ભાગમાં ગાંઠ અથવા સોજો જણાય તો ડૉક્ટરની સલાહ લો.

સતત ઉધરસ રહેવી અથવા અવાજમાં ફેરફાર થવો.

મળ અથવા પેશાબની આદતોમાં અચાનક મોટો ફેરફાર થવો.

શરીરમાં અસામાન્ય રીતે રક્તસ્ત્રાવ થવો.

લાંબા સમય સુધી ન ભરાતા ઘા અથવા ચાંદા.

તલ અથવા મસ્સાના રંગ, કદ અથવા આકારમાં ફેરફાર થવો.

વારંવાર અપચો થવો અથવા ગળવામાં તકલીફ અનુભવવી.

(આ લેખ તબીબી અહેવાલોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે વધુ જાણકારી માટે ડૉક્ટરની સલાહ લો)