શિયાળામાં શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે ડાયટનું ખાસ ધ્યાન રાખવું પડે છે. લોકો તેમના ડાયટમાં આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, સૂપ, દૂધ અને સૂકા ફળોનો સમાવેશ કરે છે. ખજૂરને શિયાળાનો સુપરફૂડ કહેવાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ ડ્રાય ફ્રૂટમાં શુગર, વિટામિન ડી, કેલ્શિયમ અને પ્રોટીન હોય છે જે સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. જો તમે શિયાળામાં દરરોજ ચારથી પાંચ ખજૂર ખાઓ તો તે શરીરને હૂંફ આપે છે. તે શરીરને ઉર્જાથી ભરી દે છે. સાંધાના દુખાવાથી પીડિત હોય તેણે તમારે નિયમિત રીતે સવારે ચારથી પાંચ ખજૂર ખાવા જોઈએ. ખજૂર કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. ખજૂરમાં પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે શિયાળામાં ખજૂર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કબજિયાતની સમસ્યામાં ખજૂર રાહત અપાવે છે શિયાળામાં હાર્ટ અટેક કે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ખજૂર ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે શિયાળામાં ખજૂર દૂધ સાથે ખાવી જોઈએ. આમ કરવાથી તમને બમણો ફાયદો થાય છે. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો