શિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં અનેક પ્રકારની ઔષધિઓ મીક્ષ કરેલી હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે જે ઠંડા હવામાનમાં વાયરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. તે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે વનપ્રાશના સેવનથી પ્રજનન ક્ષમતા પણ વધે છે. તે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ફાયદાકારક છે. એક પુખ્ત વ્યક્તિ દરરોજ સવાર-સાંજ 1 ચમચી ચ્યવનપ્રાશ હૂંફાળા પાણી અથવા દૂધ સાથે લઈ શકે છે. વધુ માત્રામાં તેના સેવનથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે