ડિમેન્શિયા અને અલ્ઝાઈમર અલગ-અલગ રોગો છે પરંતુ તેમના લક્ષણો કંઈક અંશે સમાન છે.



આમાં વ્યક્તિને શોર્ટ ટર્મ મેમરી લૉસ, વારંવાર મૂંઝવણ, એકલતા અનુભવવી, વર્તનમાં ફેરફાર, નિર્ણય લેવામાં મુશ્કેલી જેવા લક્ષણો જોવા મળે છે



તાજેતરમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું કે દરરોજ માછલી ખાવાથી ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવી બીમારીઓથી બચી શકાય છે.



અલ્ઝાઈમર અથવા ડિમેન્શિયા પાછળ આનુવંશિક કારણો હોઈ શકે છે



આ સિવાય વધુ પડતું ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ વગેરે પણ અલ્ઝાઈમર અને ડિમેન્શિયાનો ખતરો વધારે છે



આ સ્ટડી એજિંગ ક્લિનિકલ એન્ડ એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં પ્રકાશિત થયો છે



જેમાં કહેવામાં આવ્યું કે જે લોકો માછલી ખાય છે તેઓને માછલી ન ખાતા લોકોની સરખામણીમાં મેમરી લોસની સમસ્યા ઓછી રહે છે



તેથી એવું માનવામાં આવતું હતું કે માછલીના સેવનથી ડિમેન્શિયા અને અલ્ઝાઈમરનું જોખમ ઘટાડી શકાય છે.







જેઓ નિયમિતપણે માછલી ખાય છે તેઓને યાદશક્તિમાં ઘટાડો થવાની સંભાવના ઓછી હતી



અભ્યાસ મુજબ, માછલીનું વધુ સેવન કરવાથી ડિમેન્શિયાનું જોખમ 18 ટકા ઓછું થાય છે, જ્યારે અલ્ઝાઈમરનું જોખમ 15 ટકા ઓછું થાય છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો