ચોમાસાની ઋતુમાં પાચનતંત્ર સંવેદનશીલ બની જાય છે અને ભેજવાળા વાતાવરણને કારણે બેક્ટેરિયા ઝડપથી વધે છે.

ચોમાસામાં ફૂડ પોઈઝનિંગથી બચવા માટે કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ

રોડસાઈડ ખુલ્લામાં રાખેલા કે પહેલાથી કાપી રાખેલા ફળો પર બેક્ટેરિયા ઝડપથી જમા થાય છે, જે પેટ બગાડી શકે છે

ચોમાસામાં પાલક, કોબીજ અને મેથીમાં ભેજને કારણે કીડા અને પતંગિયાના ઈંડા રહેવાનું જોખમ વધી જાય છે

ચોમાસામાં રસ્તા પર મળતી પાણીપૂરી કે ચટણીમાં વપરાતું દૂષિત પાણી ફૂડ પોઈઝનિંગનું સૌથી મોટું કારણ બને છે

આ ઋતુ માછલીઓ માટે બ્રીડિંગ સીઝન હોય છે, તેથી ચોમાસામાં સી-ફૂડ ખાવાથી ઈન્ફેક્શન થવાનો ભય રહે છે

કાચા શાકભાજીને બરાબર ધોયા વિના ખાવાથી તેમાં રહેલા બેક્ટેરિયા પાચનક્રિયાને નુકસાન પહોંચાડે છે.

ચોમાસામાં પાચન શક્તિ મંદ હોય છે, તેથી ભજિયા કે સમોસા જેવા વધુ પડતા તળેલા ખોરાકથી એસિડિટી અને અપચો થાય છે

ભેજવાળા વાતાવરણમાં ઉગતા મશરૂમમાં ફંગસ અને બેક્ટેરિયાનું જોખમ વધુ હોય છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે