પૂરતી ઊંઘ ન મળવાથી સવારે ઊઠ્યા પછી પણ આખો દિવસ શરીરમાં ભારે થાક અને સુસ્તી અનુભવાય છે

અપૂર્ણ ઊંઘ મગજના ન્યુરોટ્રાન્સમીટરને અસર કરે છે, જેનાથી નાની નાની વાતમાં ગુસ્સો આવે છે

પૂરતી ઊંઘ વગર મગજ યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી, જેથી કામમાં ધ્યાન પરોવવું અને નિર્ણય લેવો મુશ્કેલ બને છે

આંખોની આસપાસ ડાર્ક સર્કલ્સ અને સોજો આવવો એ ઊંઘ પૂરી ન થઈ હોવાનું સૌથી સ્પષ્ટ લક્ષણ છે

ઊંઘની અછતથી ભૂખ નિયંત્રિત કરતા હોર્મોન્સનું સંતુલન બગાડે છે

ઓછી ઊંઘ લેવાથી ઈમ્યુનિટી ડાઉન થઈ જાય છે

ઊંઘ દરમિયાન સ્કિન સેલ્સ રિપેર થાય છે, ઊંઘ પૂરી ન થતાં ત્વચા નિસ્તેજ અને કરચલીવાળી દેખાવા લાગે છે

મગજને પૂરતો આરામ ન મળવાને કારણે દિવસ દરમિયાન હળવો કે તીવ્ર માથાનો દુખાવો શરૂ થઈ જાય છે

લાંબા સમય સુધી ઓછી ઊંઘ લેવાથી બ્લડ પ્રેશર વધી શકે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે