ફેટી લિવરની સમસ્યાને નજરઅંદાજ કરવી ખતરનાક સાબિત થઈ શકે છે.



આ એક રોગ બીજા ઘણા રોગોનું કારણ બની શકે છે.



ફેટી લીવરને કારણે ડાયાબિટીસ અને હાર્ટ અટેકનો ખતરો રહે છે.



બિનઆરોગ્યપ્રદ ખોરાક, ઓછું વર્કઆઉટ અને આલ્કોહોલ અને સિગારેટના વધુ પડતા સેવનથી ફેટી લીવરની સમસ્યા થાય છે.



ભારતના જાણીતા ગેસ્ટ્રોએન્ટેરોલોજી નિષ્ણાત ડોક્ટર સરીનના મતે જો લીવરમાં 5 ટકાથી વધુ ફેટ હોય તો સમજવું કે ફેટી લીવરની સમસ્યા છે.



ફેટી લીવર ડાયાબિટીસ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલનું કારણ બને છે



ફેટી લીવરને કારણે તમારા લોહીમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે



લીવરને સ્વસ્થ રાખવા માટે દરરોજ 1 કલાક કસરત કરો.



આનાથી લીવરનું કાર્ય સુધરે છે અને શરીર સ્વસ્થ રહે છે.



લીવરને સ્વસ્થ બનાવવા માટે ફાઈબરયુક્ત ખોરાક ખાઓ.



ડાયટમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. દારૂ અને સિગારેટથી દૂર રહો



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.