ઋતુ પ્રમાણે આપણે આપણી દીનચર્ચામાં ફેરફાર કરીએ છીએ ઉનાળામાં મોટા ભાગે લોકો ઠંડા પાણીથી ન્હાવાનું પસંદ કરે છે પરંતુ કેટલાક લોકો શિયાળામાં પણ ઠંડા પાણીથી ન્હાય છે હેલ્થ એક્સપર્ટના મતે શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી કેટલાક લોકોને હાર્ટ એટેકનો ખતરો રહે છે આ ખતરો તેમને વધારે છે જે લોકો પહેલાથી જ હાર્ટ પેશન્ટ છે આ ઉપરાંત જે લોકો હાઈ બીપી,હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટિસથી પીડિત છે આ લોકોને પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે ઠંડા પાણીથી બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે જેનાથી હાર્ટ એટેકનો ખતરો રહે છે આ કારણે ઠંડીની સિઝનમાં હાર્ટ એટેકના દર્દીઓને સંખ્યા વધી જાય છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે