વિટામિન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે તે આપણા હૃદય, મગજ, ફેફસાંને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેની ઉણપથી મોટે ભાગે આંખની સમસ્યા વધુ થાય છે રાતાંધળાપણું એ વિટામિન A ની ઉણપને કારણે થતો રોગ છે જેમાં દર્દીને રાત્રે ઓછું દેખાય છે આ ઉપરાંત ચામડી સબંધિત સમસ્યા પણ થઈ શકે છે ગર્ભાવસ્થામાં સમસ્યા આવી શકે છે વિટામીન A સ્ત્રી અને પુરૂષ બંનેની પ્રજનન ક્ષમતા માટે જરૂરી છે વિટામિન A ની ઉણપ બાળકોના શારીરિક વિકાસમાં વિલંબ કરી શકે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે