મધ એક નેચરલ સુગર છે. જે ઉત્તમ સ્વાદની સાથે સાથે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ પ્રદાન કરે છે. મધ પાચનમાં સુધારો કરવા, ઊંઘની ગુણવત્તામાં સુધારો કરવા, ત્વચાની સંભાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે, સ્વાસ્થ્ય સિવાય તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મધની ખાસ વાત એ છે કે તમે તેનો રોજ ત્વચા પર ઉપયોગ કરી શકો છો અને તેની કોઈ ખાસ આડઅસર થતી નથી. મધ ત્વચા પર હાજર બેક્ટેરિયાની માત્રાને ઘટાડે છે, જે ત્વચા પર ખીલ થતા અટકાવે છે. મધ લગાવાથી નિસ્તેજ ત્વચામાંથી મૃત કોષો દૂર થાય છે અને નવા કોષો બને છે ત્વચા પર પિમ્પલ્સ હોય ત્યારે મધ લગાવવાથી ચહેરા પરથી ધૂળ, માટી અને ગંદકી સાફ થાય છે, જે બેક્ટેરિયાથી રક્ષણ આપે છે એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર મધ ત્વચાને ફ્રી રેડિકલ ડેમેજથી બચાવે છે. મધ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. મધ સનબર્નથી થતા નુકસાનમાંથી ત્વચાનું રક્ષણ કરે છે તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો