દિવાળીના તહેવાર પર ખુશીઓ, રોશની અને જશ્નનો સમય હોય છે.

આ સમયે ફટાકડા ફોડી પ્રકાશના પર્વની ઉજવણી કરવામાં આવે છે

પરંતુ ફટાકડાનો ધુમાડો કેટલાક લોકો માટે સમસ્યા ઉભી કરી શકે છે

ખાસ કરીને અસ્થમા, COPD અને શ્વાસને લગતી અન્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકો માટે ફટાકડાનો ધુમાડો મુશ્કેલી વધારી શકે છે.

ફટાકડા સળગવા પર હવામાં અનેક પ્રકારના વાયુઓ, બારીક કણો અને ધાતુના નાના-નાના કણો ફેલાય છે

આ કણો શ્વાસની સાથે શરીરની અંદર પહોંચીને શ્વાસનળીમાં બળતરા અને સોજો પેદા કરી શકે છે.

ફટાકડાના ધુમાડાના સંપર્કમાં આવ્યા પછી ઉધરસ, ગળામાં બળતરા, છાતીમાં ભારેપણું અને શ્વાસ ફૂલવા જેવી તકલીફ થઈ શકે છે

ધુમાડામાં રહેલા કણો અને વાયુઓ આંખોના સંપર્કમાં આવવા પર બળતરા પેદા કરી શકે છે

તેનાથી બચવા સૌથી સરળ રસ્તો એ છે કે જ્યારે આસપાસ ખૂબ વધારે ધુમાડો હોય ત્યારે બહાર નીકળવાનું ટાળો.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો