આયુર્વેદમાં મધને એક ઔષધ માનવામાં આવે છે

આજકાલ બજારમાં ભેળસેળવાળું મધ પણ ખૂબ વેચાઈ રહ્યું છે

ઘણીવાર મધમાં ખાંડની ચાસણી, ગોળ અથવા કોર્ન સીરપ ભેળવીને તેને નકલી બનાવવામાં આવે છે

તેથી સાચા મધન ઓળખ કરવી જરૂરી છે.

એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ નાખો. અસલી મધ ગ્લાસમાં નીચે બેસી જાય છે અને તે તરત પાણીમાં ઓગળતું નથી.

અંગૂઠા પર મધનું એક ટીપું રાખો. જો તે ફેલાઈ જાય અથવા વહેવા લાગે, તો તે ભેળસેળવાળું હોઈ શકે છે

મધમાં થોડું પાણી અને વિનેગરના થોડા ટીપાં ઉમેરો. જો તેમાં ફીણ વળવા લાગે, તો સમજી લેવું કે તેમાં ભેળસેળ હોઈ શકે છે.

અસલી મધમાં હળવી કુદરતી સુગંધ અને ઊંડો સ્વાદ હોય છે, જ્યારે નકલી મધ માત્ર ખૂબ ગળ્યું લાગે છે.

અસલી મધ ઘટ્ટ અને ચીકણું હોય છે, તેથી તે ધીમે-ધીમે વહે છે, જ્યારે નકલી મધ પાતળું હોય છે અને ઝડપથી વહેવા લાગે છે

આ માહિતી ફક્ત જાણકારી માટે જ છે