ગંદુ ઓશીકાનું કવર તમારી ત્વચા અને વાળ બંનેને ભારે નુકસાન પહોંચાડી શકે છે

ઓશીકાનું કવર દર 3 થી 7 દિવસમાં બદલી નાખવું જોઈએ, જેથી તેના પર બેક્ટેરિયા જમા ન થાય

ચહેરા પર ખીલ થતા રોકવા માટે સાફ ઓશીકાનું કવર હોવું ખૂબ જ જરૂરી છે

ડેડ સ્કીન સેલ્સ ઓશીકા પર જમા થઈને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે

ચહેરા અને વાળનું તેલ કવર પર જમા થાય છે, જે ત્વચાના રોમછિદ્રો બંધ કરી શકે છે

ઓશીકાના કવર પર જમા થતી ધૂળ એલર્જી અને છીંક આવવાનું કારણ બની શકે છે

જે લોકોની સ્કીન ઓઈલી હોય, તેમણે દર 3 થી 4 દિવસમાં ઓશીકાનું કવર બદલી નાખવું જોઈએ.

પરસેવો અને ભેજ ઓશીકાના કવર પર ફંગસ અને બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે.

માત્ર કવર જ નહીં, પરંતુ ઓશીકાને પણ સમય-સમય પર સાફ કરવું અને તડકામાં સૂકવવું ખૂબ જ જરૂરી છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે