૩૦ વર્ષની ઉંમર પછી શરીરમાં ઘણા ફેરફારો થવા લાગે છે.



આ ઉંમરના લોકોની મેટાબોલિઝમ ધીમું થવા લાગે છે



ત્વચા તેની ચમક ગુમાવવા લાગે છે અને હાડકાં નબળા પડવા લાગે છે.



આવી સ્થિતિમાં જો યોગ્ય ડાયટ પર ધ્યાન આપવામાં આવે તો તેની અસરોને ઘણી હદ સુધી અટકાવી શકાય છે.



બદામ, અખરોટ, ચિયા બીજ અને શણના બીજ ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે.



સ્કિનના પોષણ આપવા ઉપરાંત આ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક



પાલક, મેથી અને સરસવ જેવા શાકભાજી આયર્ન, ફોલેટ, વિટામિન K અને ફાઇબરના સારા સ્ત્રોત છે.



આ શરીરના કોષોને નુકસાન થવાથી બચાવે છે અને વૃદ્ધત્વ પ્રક્રિયા ધીમી કરે છે.



વૃદ્ધત્વના લક્ષણો ઘટાડવા માટે તમે દાડમ, જામફળ, બેરી અને બ્લુબેરી વગેરે જેવા મોસમી ફળોનું સેવન કરી શકો છો.



આ ફળો ત્વચાની ચમક વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.



વૃદ્ધત્વના લક્ષણો ઘટાડવા માટે તમે છાશનું સેવન કરી શકો છો.



આ ડેરી ઉત્પાદનો પાચનમાં સુધારો કરે છે અને પેટની સમસ્યાઓ અટકાવે છે.



30 વર્ષ પછી તમારા ડાયટમાં હળદર અને આદુનો સમાવેશ કરો.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો