શરીરના વિકાસ માટે આયર્ન ખુબ જરુરી છે

આયર્નની કમી પર શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે

પૂરતો આરામ કરવા છતાં શરીરમાં નબળાઈ અને થાકનો અનુભવ થાય છે.

સામાન્ય કામ કરવા છતાં અથવા ચાલતી વખતે શ્વાસ ફૂલવા લાગે છે.

આયર્નની કમીના કારણે હાથ અને પગના તળિયા અસામાન્ય રીતે ઠંડા રહે છે.

હાથ અને પગના નખ એકદમ નબળા પડી જાય છે અને સરળતાથી તૂટી જાય છે.

મગજ સુધી પૂરતો ઓક્સિજન ન પહોંચવાના કારણે વારંવાર માથું દુખે છે.

વાળના મૂળને પૂરતું પોષણ ન મળવાથી વાળ ખૂબ જ નબળા થઈને ખરવા લાગે છે.

અચાનક ઊભા થતી વખતે આંખો સામે અંધારા આવવા અથવા ચક્કર અનુભવાય છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે