જમ્યા પછી ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.

પરંતુ જમ્યા પછી તરત જ ઝડપથી ચાલવું અથવા દોડવું યોગ્ય નથી

જમ્યા પછી તરત જ શરીરનો મોટાભાગનો રક્ત પ્રવાહ પાચનક્રિયા તરફ કેન્દ્રિત હોય છે.

એવામાં તરત જ ઝડપથી ચાલવાને કારણે કેટલાક લોકોને પેટમાં તકલીફ થઈ શકે છે

આનાથી ગેસ, પેટનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

તેથી જમ્યા પછી તરત જ કોઈ ભારે એક્સરસાઇઝ ન કરવી જોઈએ

નિષ્ણાતોના મતે, જમ્યાના 10-20 મિનિટ પછી હળવું ચાલવું વધુ સારું માનવામાં આવે છે.

આ રીતે ચાલવાથી પાચનક્રિયા સારી રહે છે અને બ્લડ શુગરને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.

જો ચાલતી વખતે કોઈ પણ પ્રકારની અસ્વસ્થતા કે તકલીફ જણાય, તો થોડીવાર રોકાઈને ચાલવું જોઈએ

કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા હોય તો હંમેશા ડોક્ટરની સલાહ લો.