હાઇજીન જાળવવા માટે આપણને દરરોજ સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે.



સ્નાન કરવાથી શરીરના મૃત કોષો અને કીટાણુઓ સાફ થઈ જાય છે



પરંતુ શું ખરેખર દરરોજ ખાસ કરીને શિયાળામાં સ્નાન કરવું જરૂરી છે?



નિષ્ણાંતોના મતે દરરોજ સ્નાન કરવાથી તમારી ત્વચાને નુકસાન થાય છે.



સ્નાન કરવાથી ત્વચાના મૃત કોષોની સાથે આપણી ત્વચાનું નેચરલી ઓઇલ પણ દૂર થાય છે અને તેના કારણે ત્વચા શુષ્ક બને છે.



સ્નાન કરતી વખતે ઉપયોગમાં લેવાતા સાબુ અને શેમ્પૂમાં રહેલા રસાયણો પણ ત્વચાને નુકસાન પહોંચાડે છે.



ત્વચાના નેચરલ ઓઇલમાં સારા બેક્ટેરિયા હોય છે, જે ત્વચાને ચેપથી બચાવે છે.



દરરોજ સ્નાન કરવાથી આ સારા બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે, જેનાથી સ્કિન ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.



દરરોજ સ્નાન કરવાથી શરીરના માઇક્રોબાયોમ એટલે કે સારા બેક્ટેરિયાનું સંતુલન બગડે છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે



શિયાળામાં આપણે ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરીએ છીએ



પરંતુ વધુ પડતું ગરમ પાણી ત્વચાને નુકસાન પહોંચાડે છે.



સ્નાન કર્યા પછી ત્વચાને શુષ્ક થતી અટકાવવા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો