આ લોકોએ કાચુ લસણ ખાવાનું ટાળવું જોઇએ
મસાલાના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવતા લસણમાં ઔષધિય ગુણો છે.
અનેક લોકો કાચુ લસણ પણ ખાતા હોય છે
દરરોજ કાચુ લસણ ખાવાથી સ્કિન, વાયરલ બીમારીઓ સહિત અનેક બીમારીઓથી છૂટકારો મળે છે
લોકોને કાચુ લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ કેટલાક લોકો માટે તે નુકસાનકારક છે
પ્રેગનન્ટ મહિલાઓ અને બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ કાચુ લસણ ના ખાવું જોઇએ
જેમની સ્કિન સેન્સેટિવ છે અને બહુ જલદી એલર્જી થઇ જાય છે તેઓને કાચુ લસણ ના ખાવું જોઇએ
જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લે છે અથવા લોહી પાતળું છે તેઓએ કાચુ લસણ ના ખાવું જોઇએ
દરરોજ લસણની એક કે બે કળી ખાવી સારી છે પરંતુ તેનાથી વધુ નુકસાન કરી શકે છે