શાકભાજીને લાંબા સમય સુધી સ્ટોર કરવા પર ઘણીવાર તે બગડી જાય છે

આજે અમે તમને શાકભાજી સ્ટોરી કરવાની ટ્રીક્સ જણાવીશું

ડબ્બા કે ઝિપલોક બેગમાં ટીશ્યુ પેપર રાખવાથી શાકભાજીનો વધારાનો ભેજ શોષાઈ જાય છે.

મેથી અને પાલકને સાફ કરીને એર-ટાઈટ બોક્સમાં રાખવાથી તે જલ્દી બગડતી નથી.

કોથમીરની દાંડી પાણી ભરેલા ગ્લાસમાં ઊભી રાખી ફ્રિજમાં મુકવાથી તે તાજી રહે છે

શાકભાજી ધોયા પછી તેને કપડા પર પૂરેપૂરા સુકાઈ જવા દો, ભેજથી શાક સડી જાય છે

ખરાબ કે પીળા પડી ગયેલા પાંદડાઓને તરત જ અલગ કરી દો જેથી બાકીનું શાક બગડે નહીં.

ડબ્બામાં કે બેગમાં શાકભાજીને બહુ વધારે પડતા ભરીને ન રાખો.

ફ્રિજમાં શાકભાજી માટે યોગ્ય વેજિટેબલ ડ્રોઅરનો જ ઉપયોગ કરો

રાંધવાના થોડા સમય પહેલા જ શાકભાજી કાપવા જેથી પોષક તત્વો જળવાઈ રહે.