અનુષ્કા શેટ્ટીએ વર્ષ 2005માં સુપર ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે લક્ષ્મ, શૌર્યમ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી એસએસ રાજામૌલીની બાહુબલી સિરીઝની અત્યાર સુધીની તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ હતી. આ સિરીઝમાં તેણે રાજકુમારી દેવસેનાનું પાત્ર ભજવીને જબરદસ્ત હેડલાઇન્સ પણ બનાવી હતી. અનુષ્કા સાઉથ સિનેમાની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. તેનું નામ અન્ય કો સ્ટાર્સ તેમજ ક્રિકેટરો અને બિઝનેસમેન સાથે પણ જોડાયું હતું. તેનું નામ પ્રભાસ, નાગા ચૈતન્ય, ક્રિશ જગરલામુડી, ગોપીચંદ તેમજ ક્રિકેટર રાહુલ દ્રવિડ અને બે બિઝનેસમેન સાથે જોડાયું હતું. પ્રભાસ સાથેના તેના સંબંધો લાંબા સમયથી હેડલાઇન્સમાં રહ્યા હતા. લગભગ 7 અફેર પછી પણ અભિનેત્રી 43 વર્ષની ઉંમરે પણ કુંવારી છે.