સામાન્ય રીતે મોટાભાગના લોકો સવારની શરૂઆત કોફી અથવા ચાથી કરે છે પરંતુ ખાલી પેટે વહેલી સવારે કોફી પીવાથી પેટમાં એસિડ વધી શકે છે પરંતુ આરોગ્ય નિષ્ણાંતો વહેલી સવારે હૂંફાળા પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી સલાહ આપે છે લીંબુ પાણીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમને એનર્જી અને તાજગી આપે છે. લીંબુ સાથે નવશેકું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ શરીરને હાઇડ્રેટ કરે છે અને ચયાપચયને વેગ આપે છે. લીંબુમાં હાજર વિટામિન સી શરીરને ઊર્જા અને તાજગી આપે છે પાચનમાં સુધારો કરે છે અને શરીરમાંથી ગંદકી દૂર કરે છે. લીંબુમાં એસિડ હોય છે જે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. હૂંફાળા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. સવારે વહેલા ઉઠીને હૂંફાળું પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો