આજના વ્યસ્ત જીવનમાં એન્ઝાઇટી અને તણાવ સામાન્ય સમસ્યા બની ગઈ છે.



આ સમસ્યાઓનો સામનો કરવા માટે ઘણા લોકો દવાઓનો સહારો લે છે



પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફૂડ્સ પણ તમને આ સમસ્યાઓથી રાહત આપી શકે છે.



આ ફૂડ્સમાં એવા તત્વો હોય છે જે મૂડને સુધારવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે.



બદામમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. આ સિવાય બદામમાં વિટામિન E પણ હોય છે, જે મગજના સ્વાસ્થ્ય માટે સારું છે.



અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે મૂડને સુધારવામાં મદદ કરે છે.



દહીંમાં પ્રોબાયોટીક્સ મળી આવે છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવાની સાથે મૂડને સુધારવામાં પણ મદદ કરે છે.



કેળામાં વિટામિન બી-6 જોવા મળે છે, જે મગજમાં સેરોટોનિનનું ઉત્પાદન વધારે છે. સેરોટોનિન એ એક હોર્મોન છે જે મૂડ સ્વિંગ ઘટાડવામાં મદદ કરે છે.



ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ અને મેગ્નેશિયમ મળી આવે છે, જે તણાવ ઓછો કરવામાં અને મૂડ સુધારવામાં મદદ કરે છે.



પાલક, મેથી અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર હોય છે, જે તણાવ ઘટાડવા અને મગજના સ્વાસ્થ્ય માટે સારી છે.



ઈંડામાં વિટામિન B-12 જોવા મળે છે, જે તણાવ ઓછો કરવામાં અને મૂડને સુધારવામાં મદદ કરે છે.



નારંગીમાં વિટામિન સી જોવા મળે છે, જે તણાવ ઓછો કરવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો