ઉનાળામાં સખત તડકો અને યુવી કિરણો આપણી ત્વચાને ઘણું નુકસાન પહોંચાડે છે.

લાંબો સમય તડકામાં રહેવાથી સનબર્ન, ટેનિંગ અને સ્કીન ડેમેજ જેવી સમસ્યાઓ થવા લાગે છે.

આવી સ્થિતિમાં તમારી સ્કીનને સન પ્રૂફ બનાવવી ખૂબ જ જરૂરી બની જાય છે, જેથી તમે આ સમસ્યાઓથી બચી શકો.

આ માટે સૌથી પહેલા ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન જરૂર લગાવો અને તેને દર 2 થી 3 કલાકે ફરીથી લગાવો.

તડકામાં નીકળતી વખતે ફુલ સ્લીવના કપડાં પહેરો અને માથું ઢાંકવા માટે ટોપી અથવા દુપટ્ટાનો ઉપયોગ કરો.

સાથે જ સનગ્લાસનો ઉપયોગ કરો, જેથી આંખોની સાથે આસપાસની ત્વચા પણ સુરક્ષિત રહે.

આ સિવાય પોતાની જાતને હાઇડ્રેટ રાખવી પણ ખૂબ જરૂરી છે, જેના માટે દિવસભર પૂરતું પાણી પીતા રહેવું જોઈએ.

ત્વચાને ઠંડક આપવા માટે તમે એલોવેરા જેલ અથવા ગુલાબજળનો પણ ઉપયોગ કરી શકો છો.

આ સરળ ઉપાયો અપનાવીને તમે તમારી ત્વચાને સન ડેમેજથી બચાવીને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવી રાખી શકો છો.

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો