સવારનો સમય સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જો દિવસની શરૂઆત ચાલવાથી થાય તો શરીર અને મન બંને ફિટ રહે છે.

મોર્નિંગ વૉકને એક હેલ્ધી લાઈફસ્ટાઈલનો ભાગ માનવામાં આવે છે.

સવાર-સવારમાં 10,000 ડગલાં ચાલવાથી શરીર એક્ટિવ રહે છે અને મેટાબોલિઝમ વધુ સારું બને છે.

આ આદત વજન ઘટાડવામાં મદદ કરે છે અને તેનાથી કેલરી ઝડપથી બર્ન થાય છે.

નિયમિત વૉક કરવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.

આ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

સવારની તાજી હવામાં ચાલવાથી ફેફસાં મજબૂત બને છે.

આ ઉપરાંત વૉક કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને મૂડ સારો રહે છે.

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો