જો જીમ કે ભારે કસરતનો સમય ન હોય, તો વિજ્ઞાન મુજબ રોજની ૪૫ મિનિટની વૉક સ્વાસ્થ્ય માટે પૂરતી છે.

Published by: gujarati.abplive.com

નિયમિત ૪૫ મિનિટ ચાલવાથી તમે મહિનામાં અંદાજે ૬૦૦૦ થી ૯૦૦૦ કેલરી ઘટાડી શકો છો.

Published by: gujarati.abplive.com

'બ્રિસ્ક વોકિંગ' (ઝડપી ચાલવું) કરવાથી માત્ર ૪૫ મિનિટમાં જ ૩૨૦ કેલરી સુધી બર્ન કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

તે બ્લડ સર્ક્યુલેશન સુધારી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

નિયમિત વોકિંગથી હૃદય મજબૂત બને છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે ઘટે છે.

Published by: gujarati.abplive.com

ચાલવાથી શરીરનો મેટાબોલિઝમ રેટ વધે છે, જે પેટની વધારાની ચરબી ઓગાળવામાં રામબાણ ઈલાજ છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓ માટે ચાલવું બ્લડ સુગર સંતુલિત રાખવાનો અને સ્નાયુઓ મજબૂત કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

Published by: gujarati.abplive.com

વોકિંગ દરમિયાન શરીરમાં 'એન્ડોર્ફિન' (હેપી હોર્મોન્સ) રિલીઝ થાય છે, જે માનસિક તણાવ અને સ્ટ્રેસ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

મન શાંત રહેવાને કારણે અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અને રાત્રે ખૂબ જ ગાઢ અને સારી ઊંઘ આવે છે.

Published by: gujarati.abplive.com

હંમેશા આરામદાયક સ્પોર્ટ્સ શૂઝ પહેરીને જ ચાલવું અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતું પાણી પીવું.

Published by: gujarati.abplive.com

(નોંધ: આ માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત છે. કોઈ પણ ગંભીર શારીરિક તકલીફમાં ચાલવાનું શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી.)

Published by: gujarati.abplive.com