આજના ઝડપી જીવનમાં ધ્યાન કેન્દ્રિત કરવું, યાદશક્તિને મજબૂત બનાવવી અને માનસિક થાક ટાળવો એ એક મોટો પડકાર બની ગયો છે.
આપણે ઘણીવાર શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને મગજની પોષણની જરૂરિયાતોને ભૂલી જઈએ છીએ.
નિષ્ણાંતોના મતે અખરોટ મગજ માટે વરદાન છે. તે ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ અને વિટામિન E થી ભરપૂર છે.
દરરોજ 2-3 પલાળેલા અખરોટ ખાવાથી યાદશક્તિ સુધરે છે અને માનસિક તણાવ ઓછો થાય છે.
ઈંડામાં પ્રોટીન તેમજ કોલીન હોય છે. આ યાદશક્તિને તેજ બનાવે છે
ફેટી માછલી EPA અને DHA જેવા ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે.
DHA મગજના કોષોનો મુખ્ય ઘટક છે જે ચેતાકોષોને લવચીક અને ઝડપી બનાવે છે.
બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા ફળોમાં એન્થોસાયનિન નામનું શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ હોય છે. તે મગજના કોષોને નુકસાન પહોંચાડતા મુક્ત રેડિકલ સામે રક્ષણ આપે છે.
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો