ઈંડા પ્રોટીન, વિટામિન અને મિનરલ્સનો ખૂબ જ સારો સ્ત્રોત છે.

એક ઈંડામાં લગભગ 6-7 ગ્રામ પ્રોટીન હોય છે જે દૈનિક પ્રોટીનની જરૂરિયાત માટે પૂરતું છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે, ખરાબ થઈ ગયેલા ઈંડા ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી બની શકે છે.

જો તમે કોઈ કંપની પાસેથી ઈંડા ખરીદો છો તો સામાન્ય રીતે પેકેજિંગ પર એક્સપાયર્ડ ડેટ છાપેલી હોય છે.

હેલ્થલાઈનના જણાવ્યા અનુસાર, રેફ્રિજરેટરમાં યોગ્ય રીતે સંગ્રહિત ઈંડા પેકેજિંગની તારીખથી લગભગ 3 થી 5 અઠવાડિયા સુધી તાજા અને ખાદ્ય રહે છે.

આ સમયગાળા પછી ઈંડા બગડતા નથી જ્યાં સુધી તેને યોગ્ય તાપમાને રાખવામાં આવે છે.

જો તમે આકસ્મિક રીતે બગડેલા ઈંડા ખાઓ છો તો તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA) અનુસાર, બગડેલા ઈંડામાં સાલ્મોનેલા બેક્ટેરિયાનું સૌથી વધુ જોખમ રહેલું છે. ખાવાના 12 થી 72 કલાકની અંદર લક્ષણો દેખાવા લાગે છે.

બગડેલા ઈંડા ખાનાર વ્યક્તિઓને તાવ, પેટમાં ખેંચાણ, ઝાડા અને ઉલટી જેવા ગંભીર લક્ષણોનો અનુભવ થઈ શકે છે.

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને બાળકોમાં આ ચેપ વધુ ગંભીર હોઈ શકે છે.

(Disclaimer: આ સમાચાર માત્ર માહિતીના હેતુથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. અહી આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. સૂચનનો અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો. )