આવી સ્થિતિમાં તેમને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.



સુગર લેવલમાં અચાનક વધારો નિયંત્રિત કરવા માટે તમારે દ્રાવ્ય ફાઈબરથી ભરપૂર આહાર લેવો જોઈએ. તમારા આહારમાં ફળો, શાકભાજી, કઠોળ અને આખા અનાજ ઉમેરો.



કાર્બોહાઇડ્રેટ્સનું સેવન રક્ત શુગરના સ્તરને અસર કરી શકે છે. જ્યારે શુગરનું સ્તર વધે છે, ત્યારે તમારે કાર્બોહાઇડ્રેટ્સનું સેવન સંપૂર્ણપણે ટાળવું જોઈએ.



તણાવને કારણે પણ તમને શુગર લેવલમાં અચાનક વધારો થઈ શકે છે. તેનાથી કોર્ટિસોલ હોર્મોન રિલિઝ થાય છે, જે અચાનક શુગર લેવલ વધારી શકે છે.



જો શુગર લેવલ અચાનક વધી જાય તો એક્સરસાઇઝ કરવી ફાયદાકારક બની શકે છે.



કસરત, યોગ અને ધ્યાન કરવાથી તણાવ ઓછો થાય છે. આ રીતે શુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે.



જો તમારું શુગર લેવલ અચાનક વધી જાય તો તમારે પાણી પીવું જોઈએ. પુષ્કળ પાણી પીવાથી શુગર લેવલ વધવાનું જોખમ ઘટી જાય છે.



પાણી પીવાથી શરીરમાં જમા થયેલી શુગરને પેશાબ દ્વારા દૂર કરી શકાય છે.



જો શુગર લેવલ અચાનક વધી જાય તો આ બધી પદ્ધતિઓ અપનાવો અને તમારા ડોક્ટરના સંપર્કમાં રહો.