ચોમાસામાં ભેજવાળા વાતાવરણ અને અચાનક આવતા વરસાદના કારણે કપડાંની પસંદગી ખૂબ મહત્વની બની જાય છે

આ દિવસોમાં એવા ફેબ્રિક પસંદ કરવા જોઈએ જે ઝડપથી સુકાઈ જાય અને ત્વચાને ઈન્ફેક્શનથી બચાવે

ચોમાસા માટે સારો વિકલ્પ એ છે જે પાણી ઓછું શોષે અને ઝડપથી સૂકાઈ જાય.

ચોમાસામાં હળવું કોટન ફેબ્રિક સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તે હવાને સરળતાથી પસાર થવા દે છે,

રેયોન ફેબ્રિક નરમ, હળવું અને આરામદાયક હોય છે. ભેજવાળા વાતાવરણમાં પણ તે સારી પસંદગી બની શકે છે.

ચોમાસામાં હંમેશા હળવા, હવાની અવરજવર થઈ શકે એવા અને ઝડપથી સૂકાઈ જતા ફેબ્રિક પસંદ કરો

એવા કપડા પહેરો જેને પહેરવાથી તમે દિવસભર આરામ દાયક અનુભવો

ચોમાસામાં ડેનિમ કે જીન્સ પહેરવાનું ટાળવું જોઈએ

ચોમાસામાં વ્હાઇટ કપડાં પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે પલળ્યા પછી ટ્રાન્સપરન્ટ થઈ શકે છે અને તેના પર કાદવના ડાઘ પણ જલ્દી લાગે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે