વરસાદમાં વાતાવરણમાં ભેજ અને ઉકળાટ વધવાથી પરસેવો વધારે થાય છે, જેના કારણે ત્વચા પર ખંજવાળ આવે છે

ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધે છે. તેના કારણે ખંજવાળ અને ત્વચા પર લાલાશ થઈ શકે છે

વરસાદમાં ભીંજાયા પછી લાંબા સમય સુધી ભીનાં કપડાં પહેરી રાખવાથી ત્વચામાં બળતરા અને ખંજવાળ વધી શકે છે.

સાબુ અથવા અન્ય સ્કિન પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ ત્વચાને શુષ્ક બનાવી શકે છે, જેના કારણે ખંજવાળ થઈ શકે છે

ભેજ, ધૂળ અથવા ફંગસને કારણે કેટલાક લોકોને ત્વચા પર એલર્જી થઈ શકે છે અને ખંજવાળ શરૂ થઈ શકે છે

જાંઘો તથા પગની વચ્ચે લાંબા સમય સુધી ભેજ રહે તો ત્યાં ખંજવાળની સમસ્યા વધારે થઈ શકે છે.

વરસાદમાં ભીંજાયા પછી શરીર અને કપડાં સારી રીતે સૂકવી લેવા

ભીનાં કપડાં લાંબા સમય સુધી પહેરી ન રાખવા

ખંજવાળવાળી જગ્યાને વારંવાર ખંજવાળવાનું ટાળવું, કારણ કે તેનાથી ત્વચા પર ઘા થઈ શકે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે