લગ્ન પછી ઘણીવાર મહિલાઓનું વજન વધી જાય છે. આવું થવું એકદમ સામાન્ય છે



તેની પાછળ ઘણા કારણો છૂપાયેલા હોઈ શકે છે. આમાં શારીરિક, ભાવનાત્મક અને જીવનશૈલીમાં ફેરફારનો સમાવેશ થાય છે



લગ્ન પછી મહિલાઓના શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે. હોર્મોન્સમાં ફેરફારને કારણે પાચન પર પણ અસર થાય છે જેના કારણે વજન વધી શકે છે.



લગ્ન પછી મહિલાઓ પર નવી જવાબદારીઓ આવે છે. ઘરના કામકાજ, સંબંધોમાં ઉતાર-ચઢાવ, કરિયરની ચિંતા વગેરેથી બોજ વધી જાય છે



તેના કારણે સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે જેના કારણે વજન વધી શકે છે. તણાવને કારણે ખાવાની રીત પણ બદલાઈ જાય છે



લગ્ન પહેલા મહિલાઓ પરફેક્ટ ફિગર મેળવવા માટે ડાયટિંગ અને એક્સરસાઇઝ વગેરે કરે છે



પરંતુ લગ્ન પછી તે તેના પર એટલું ધ્યાન નથી આપતી જેના કારણે તેમનું વજન વધે છે.



લગ્ન પછી પતિ અને સાસરિયાઓ સાથે ખાવાની આદતો પણ મહિલાઓનું વજન વધારે છે



ઊંઘ ન આવવાથી સ્ટ્રેસ હોર્મોન્સ પણ વધે છે, જેનાથી વજન વધી શકે છે. જેના કારણે ભૂખ પણ વધે છે.



લગ્ન પછી રિલેશનશીપમાં મહિલાઓ સુરક્ષિત અનુભવે છે. લગ્ન પછી વજન વધવા પાછળ આ પણ એક કારણ હોઈ શકે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો