આજકાલ સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું એ એક સામાન્ય પ્રથા બની ગઈ છે.

ઘણા લોકો તેને વજન ઘટાડવા માટે અસરકારક માને છે.

કેટલાક એવું પણ માને છે કે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી એસિડિટી દૂર થાય છે.

લીંબુ પાણી પીવાથી લીવર વધુ પિત્ત ઉત્પન્ન કરે છે, જે પાચનમાં સુધારો કરે છે

ભોજન પછી ગેસ અને એસિડિટીમાં રાહત આપે છે.

દરેકનું શરીર અલગ અલગ હોય છે. કેટલીક પરિસ્થિતિઓમાં લીંબુ પાણી એસિડિટી ઘટાડવાને બદલે વધારી શકે છે

ગંભીર એસિડિટી અથવા પેટમાં અલ્સર હોય તો સવારે ખાલી પેટે લીંબુનો રસ પીવાથી અન્નનળીમાં બળતરા વધી શકે છે.

એક ગ્લાસ હૂંફાળા અથવા સામાન્ય પાણીમાં ફક્ત એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો.

ભોજન પછી લગભગ 30 મિનિટ પછી તેને પીવાથી પાચનમાં મદદ મળે છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો

Published by: gujarati.abplive.com