મહિલાઓને વજન ઘટાડવામાં ઘણી તકલીફ પડે છે.



મોટાભાગની મહિલાઓ જિમ જવામાં શરમાતી હોય છે અથવા તેમની પાસે જિમ જવા માટે પૂરતો સમય હોતો નથી



જો જિમમાં જવું થોડું મુશ્કેલ લાગે છે તો તમે ઘરે બેઠાં થોડાં કામ કરીને તમારું વજન નિયંત્રિત કરી શકો છો.



તો ચાલો જાણીએ કઇ નાની-નાની બાબતોથી તમે તમારું વજન નિયંત્રિત કરી શકો છો.



જો તમે તમારા વજનને નિયંત્રિત કરવા માંગો છો તો પ્રથમ વસ્તુ તમારા ખાવાનું નિયંત્રણ કરવાનું શીખો.



આનો અર્થ એ નથી કે તમારે ખાવાનું બંધ કરી દેવું જોઈએ, પરંતુ બિનઆરોગ્યપ્રદ ફૂડ્સ ખાવો જોઇએ નહી



ખાવાનો યોગ્ય સમય નક્કી કરો. ફાઈબર અને પ્રોટીનયુક્ત ફૂડ્સ વધુ ખાવા જોઇએ



જો તમે ઓફિસ જાવ છો તો લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો. તેનાથી ઘણી બધી કેલરી બર્ન થઈ શકે છે.



જમ્યા પછી તરત સૂઈ જવાથી અથવા એક જગ્યાએ બેસી રહેવાથી વજન વધે છે



જો તમે ઘરે વજન ઓછું કરવા માંગતા હોવ તો દોરડું કૂદવું એ સારુ વર્કઆઉટ છે.



જો તમારા ઘરમાં બગીચો છે, તો દરરોજ થોડો સમય ગાર્ડનિંગ કરો.



યોગ કરવા, મશીનને બદલે હાથથી કપડાં ધોવા જેવા કાર્યો કરી શકો છો.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો