હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની નવી યાદી બહાર પાડી છે.



ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન આ યાદીમાં ટોચ પર છે.



આ દેશોના પાસપોર્ટ ધારકોને 191 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રીનો લાભ મળી રહ્યો છે.



આ યાદીમાં ભારત હવે 3 સ્થાન આગળ વધીને 80માં સ્થાને પહોંચી ગયું છે.



ભારતની સાથે ઉઝબેકિસ્તાન પણ 80માં સ્થાને છે.



ભારતીય નાગરિકો 62 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે



આ યાદીમાં પાકિસ્તાન 101મા સ્થાને એટલે કે તળિયેથી ચોથા સ્થાને છે.



દુનિયાનો સૌથી નબળો પાસપોર્ટ અફઘાનિસ્તાનનો છે



અહીંના પાસપોર્ટ ધારકો વિઝા વિના માત્ર 28 દેશોમાં જ પ્રવાસ કરી શકે છે.