વર્ષ 1966માં બનાસ ડેરીની શરુઆત થઈ હતી અને વર્ષ 1969માં કો.ઓપરેટીવ સોસાયટી એક્ટ હેઠળ તેની નોંધણી થઈ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની સ્થાપના ગલબાભાઈ પટેલે કરી હતી બનાસ ડેરીના હાલના ચેરમેન શંકરભાઈ ચૌધરી છે. જેમણે હાલમાં જ PM સાથે વારાણસીમાં ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું બનાસ ડેરીના પાલનપુર ખાતે આવેલા પ્લાન્ટમાં દૂધને સ્ટોર કરવામાં આવે છે આ વર્ષે 21 જાન્યુઆરીના દિવસે બનાસ ડેરીએ એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 90.58 લાખ લિટર દૂધ સંપાદન કર્યું ભારતમાં સહકારી માળખાને પ્રોત્સાહન અને ડેરી ઉદ્યોગના વિકાસમાં બનાસ ડેરીનો મોટો ફાળો છે પશુપાલન દ્વારા મહિલાઓને પગભર કરવામાં બનાસ ડેરીએ મહત્વની ભૂમિકા ભજવી છે પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે બનાસ ડેરી મફત પશુ સારવારની સેવાઓ પણ આપે છે અમુલના સહકારી માળખા હેઠળ આવતી બનાસ ડેરી દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાન કરતી ડેરી છે દિયોદર તાલુકાના સણાદર પાસે ડેરીનો બીજો પ્લાન્ટ બની રહ્યો છે બનાસ ડેરીના દૂધ ઉત્પાદનને વધારશે