મેષ પરિવાર સાથે સમય વ્યતિત કરી શકશો. વૃષભ રોકાણ કરવાનું વિચારતાં હો તો હાલ સમય યોગ્ય નથી. મિથુન આજનો દિવસ તણાવગ્રસ્ત વિતી શકે છે. કર્ક આજના દિવસે મનોકામના પૂર્ણ થશે. સિંહ ઓફિસમાં કામમાં બેદરકારી ભારે પડી શકે છે. કન્યા સંબંધોને મધુર બનાવવા માટે મતભેદો ભૂલાવીને આગળ વધો. તુલા ક્રોધ પર કાબૂ રાખશો તો બગડેલું કામ પણ બની જશે. વૃશ્ચિક ખાનપાનમાં ધ્યાન આપવું નહિ તો તબિયત લથડશે. ધનુ ગંભીર વિષય પર બીજાનો મત અવશ્ય લો. મકર સ્વાસ્થ્યની દષ્ટીએ આજનો દિવસ સારો નથી. કુંભ જીવન સાથી સાથેના મતભેદો આજે દૂર થશે. મીન વેપારી વર્ગે બિઝનેસ પાર્ટનર સાથે કોઇ વાત ન છુપાવવી.