આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આઈડી પ્રૂફ છે. આધારની વિગતો અપડેટ રાખવી મહત્વપૂર્ણ છે તમારે જાણવું જ જોઇએ કે તમારો મોબાઇલ નંબર તમારા આધાર સાથે લિંક છે કે નહીં આધાર જારી કરતી સંસ્થા UIDAI એ કહ્યું છે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર શોધવો ખૂબ જ સરળ છે આ માટે તમારે myAadhaar પોર્ટલ અને mAadhaar એપનો ઉપયોગ કરવો પડશે. આની મદદથી તમે આધાર સાથે લિંક નંબર સરળતાથી જાણી શકશો. નંબર અપડેટ કરવા માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડી શકે છે. આ માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. ધ્યાનમાં રાખો કે બીજી કોઈ જગ્યાએથી આ કામો કરાવશો નહીં.