બીસીસીઆઇએ આઇસીસી મહિલા વર્લ્ડકપ 2022 માટે ટીમની જાહેરાત કરી છે. રેણુકા સિંહ ઠાકુરે હજુ સુધી ભારત માટે વનડે રમી નથી પરંતુ ત્રણ ટી 20 મેચ રમી છે ઓલરાઉન્ડર મેઘના સિંહ ત્રણ વનડે રમી છે જેમાં એક વિકેટ ઝડપી છે. ગુજરાતથી આવતી બેટ્સમેન યાસ્તિકા ભાટિયા અત્યાર સુધી તેણે ત્રણ વનડે રમી છે. ડાબોડી સ્પિનર એકતા બિષ્ટ, શિખા પાન્ડે અને સ્ટાર બેટ્સમેન જેમિમા રોડ્રિગેજને વર્લ્ડકપ ટીમમાં સામેલ નથી કરવામાં આવી.