સાઉદી અરેબિયા ધાર્મિક નિયમોને લઈને અવારનવાર સમાચારોમાં રહે છે. સાઉદી અરેબિયા બિનસાંપ્રદાયિક, ઇસ્લામિક દેશ છે અહીં ઇસ્લામિક કાયદાનો કડક અમલ થાય છે સાઉદી અરેબિયા શરિયા કાયદાનું પાલન કરે છે તે વિશ્વના સૌથી વિકસિત દેશોની યાદીમાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જો અહીં કોઈ હિંદુ મૃત્યુ પામે તો શું થશે? તમામ ધર્મોમાં અંતિમ સંસ્કાર તેમની માન્યતા અનુસાર કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે પરંતુ સાઉદી અરેબિયામાં કોઈપણ હિન્દુને અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી નથી. ત્યાં ચોક્કસ નિયુક્ત સ્થળોએ જ મૃતદેહોને દફનાવવાની છૂટ છે