અથાણાંમાં ઘણું સોડિયમ એટલે કે મીઠું હોય છે. આ કારણે કેલ્શિયમ શરીરમાં સારી રીતે શોષાતું નથી. તેનાથી હાડકાં નબળા પડી શકે છે અને સાંધામાં દુખાવો થઈ શકે છે. આર્થરાઈટિસમાં અથાણું ન ખાવાની સલાહ આપવામાં આવે છે અથાણાં બનાવવા માટે ઘણા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે પેટમાં એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી અથાણું ખાવાથી પેટમાં અલ્સરનું જોખમ વધી શકે છે. શરીરમાં સોજા અને દર્દની સમસ્યા થઈ શકે છે. આનાથી હૃદય રોગનું જોખમ ઘણું વધી જાય છે.