શ્યામ સરણ નેગીનો જન્મ જુલાઈ 1917માં કિન્નૌરના કલ્પામાં થયો હતો

તેમણે પાંચમા ધોરણ સુધી અભ્યાસ ક્લ્પામાં કર્યો હતો

જે બાદ અભ્યાસ માટે રામપુર જતા રહ્યા

તેમણે 1940 થી 1946 સુધી વન વિભાગમાં વનગાર્ડ તરીકે નોકરી કરી

જે બાદ શિક્ષા વિભાગમાં ફરજ બનાવી અને કલ્પા લોઅર મિડલ સ્કૂલમાં શિક્ષક બન્યા

આઝાદી બાદ ભારતમાં ફેબ્રુઆરી 1952માં પ્રથમ લોકસભા ચૂંટણી યોજાવાની હતી

પરંતુ કેટલાક કારણોસર 5 મહિના પહેલા સપ્ટેમ્બર 1951માં જ ચૂંટણી યોજાઈ

પ્રથમ ચૂંટણી સમયે નેગી કિન્નૌરની મૂરંગ સ્કૂલમાં અધ્યાપક હતા

ચૂંટણીમાં ફરજ બજાવવા માટે તેમણે સવારે વોટ આપીને ડ્યૂટી પર જવાની મંજૂરી માંગી

આ રીતે શ્યામ સરણ નેગી આઝાદ ભારતના પ્રથમ મતદાર બન્યા