કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વિસ્તાર કર્યો છે



હવે સિનિયર સિટીઝનને પણ આ યોજનાનો લાભ મળશે.



70 વર્ષ અને તેથી વધુ વયના સિનિયર સિટીઝન આયુષ્માન કાર્ડ બનાવી શકે છે.



આયુષ્માન કાર્ડથી સિનિયર સિટીઝનને કોઈપણ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે.



કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આયુષ્માન કાર્ડ બનાવવા માટે વૃદ્ધોએ કોઈ ઓફિસમાં જવું પડશે નહીં.



આયુષ્યમાન કાર્ડ મોબાઈલ એપ દ્વારા જ બનાવી શકાશે.



સરકાર એક સપ્તાહમાં આ અંગે આદેશ પણ જાહેર કરશે.



આધાર કાર્ડની મદદથી વૃદ્ધ લોકો મોબાઈલ એપ દ્વારા આયુષ્માન કાર્ડ મેળવી શકશે.



આ કાર્ડ બન્યા બાદ તે હોસ્પિટલમાં અનેક ગંભીર રોગોની મફત સારવાર કરાવી શકશે.



આયુષ્માન કાર્ડ સંબંધિત માહિતી મેળવવા માટે તમે ટોલ ફ્રી નંબર 14555 પર કોલ કરી શકો છો.