મેરઠમાં OYO તરફથી હોટલમાં અપરિણીત કપલની એન્ટ્રીને લઇને નિર્ણય લીધો છે



કંપનીએ એક એડવાઈઝરી જાહેર કરીને કહ્યું હતું કે હવેથી માત્ર એ જ કપલ્સને મેરઠની હોટલમાં રૂમ મળશે જે પરિણીત છે.



હોટલમાં અપરિણીત કપલ્સની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે



શું સગીર અનમેરિડ કપલ્સને દેશની અન્ય હોટલોમાં રૂમ બુક કરી શકે છે



દેશની કોઈપણ હોટલમાં રૂમ લેતા પહેલા તમારે તમારું માન્ય આઈડી પ્રૂફ બતાવવું પડશે



સવાલ એ ઊભો થાય છે કે જો અપરિણીત કપલ્સ હોટલમાં રૂમ લેવા માંગે છે તો તેના માટે કાયદો શું છે?



જો તમારી અને તમારા પાર્ટનરની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે તો તમને હોટલમાં રૂમ લેવાથી કોઈ રોકી શકશે નહીં



પછી ભલે તમે પરિણીત છો કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી.પુખ્ત વયની દરેક વ્યક્તિને દેશના બંધારણ અનુસાર રહેવાનો અને લગ્ન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.



બંધારણની કલમ 21 તમને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર આપે છે



જેના હેઠળ તમે તમારી મરજી મુજબ જીવી શકો છો, ખાઈ શકો છો, કપડાં પહેરી શકો છો



કોઈપણ હોટલમાં રહી શકો છો. હોટલનો મામલો પ્રાઇવેસીનો મામલો છે



આવી સ્થિતિમાં હોટલનો રૂમ જાહેર મિલકતનો ભાગ નથી, તે ખાનગી મિલકત હેઠળ આવે છે. ગોપનીયતા અને સ્વતંત્રતાને લીધે તમે પુખ્ત વયે હોટલમાં રહી શકો છો



દેશનો કોઈ કાયદો તમને આમ કરવાથી રોકી શકશે નહીં. જો કે, આ માટે તમારે તમારું માન્ય ઓળખ કાર્ડ બતાવવું જરૂરી બને છે.