ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન થયું છે.



તેઓ હાર્ટના દર્દી હતા. હૃદયરોગની સારવાર માટે તેમણે ઘણી વખત હૃદયની સર્જરી પણ કરાવી હતી.



પૂર્વ પીએમ મનમોહનની ઘણી વખત બાયપાસ સર્જરી થઈ હતી.



1990માં તેમણે યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત બાયપાસ સર્જરી કરાવી હતી.



2004માં તેમના હૃદયમાં સ્ટેન્ટ પણ મુકવામાં આવ્યું હતું.



આ પછી 24 જાન્યુઆરી 2009ના રોજ બાયપાસ સર્જરી ફરીથી કરવામાં આવી હતી.



હાર્ટ પેશન્ટ હોવા છતાં તેમણે પોતાના કામમાં કોઈ કસર છોડી ન હતી.



પૂર્વ પીએમની 2003માં દિલ્હીમાં એન્જીયોપ્લાસ્ટી પણ થઈ હતી.



મનમોહનનું પ્રોટેસ્ટ ગ્રંથિનું ઓપરેશન 2007માં થયું હતું. મનમોહન સિંહ પણ ડાયાબિટીસથી પીડિત હતા.



મનમોહન 2004થી 2014 સુધી બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે.