ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા



રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીના નિવાસસ્થાને જઈને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા.



આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા હાજર હતા.



એવું માનવામાં આવે છે કે ઘરે સન્માન સમારોહ યોજવા પાછળનો હેતુ અડવાણીનું સ્વાસ્થ્ય અને વૃદ્ધાવસ્થા હતો



સામાન્ય રીતે રાષ્ટ્રપતિ ભવનમાં જ ભારત રત્ન એવોર્ડનું આયોજન થતું હોય છે



તેમનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ એક હિન્દુ સિંધી પરિવારમાં કરાચી, પાકિસ્તાનમાં થયો હતો



તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે



ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઈમાં સ્થાયી થયો હતો.



અડવાણીએ 2002 અને 2004 ની વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના સાતમા નાયબ વડા પ્રધાનનું પદ સંભાળ્યું હતું.



1998 થી 2004 દરમિયાન બીજેપીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)માં ગૃહમંત્રી રહી ચુક્યા છે



2015 માં, તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.