બ્લેડનો ઉપયોગ 19મી સદી દરમિયાન શરૂ થયો હતો તે દિવસોમાં, બ્લેડને વારંવાર તીક્ષ્ણ કરવાની જરૂર હતી. ત્યારબાદ જિલેટ કંપનીએ એક ખાસ પ્રકારનું રેઝર અને બ્લેડ તૈયાર કર્યું. 19મી સદી સુધી, જિલેટ એક માત્ર બ્લેડ બનાવતી કંપની હતી. આ દરમિયાન રેઝર પર બોલ્ટની મદદથી બ્લેડ ફીટ કરવાની હતી. ત્યારથી આ બ્લેડની ડિઝાઇન આ રીતે બનવા લાગી જે બાદ તમામ કંપનીઓએ આ ડિઝાઇન અપનાવી હતી આ ડિઝાઇનનો ફાયદો એ છે કે તે તમામ રેઝરમાં બંધ બેસે છે. જો ડિઝાઇન અલગ હશે તો રેઝરનો પણ અલગ અલગ રીતે ઉપયોગ થશે. આ કારણે તમામ બ્લેડ સમાન આકાર અને ડિઝાઇનના હોય છે