ભારતીય ટ્રેનોમાં લોકો કેટલું વજન લઇને મુસાફરી કરી શકે છે. ભારતીય રેલમાં મુસાફરો સામાન લઇને મુસાફરી કરી શકે છે પરંતુ તેમા કેપિંગ છે. સામાન કેટલો હશે તે બુકિંગની કેટેગરી પર નિર્ભર કરે છે. નિયમો તોડવા પર તમને દંડ ફટકારવામાં આવી શકે છે એસી ફર્સ્ટ ક્લાસમાં 150 કિલો સામાન લઇને મુસાફરી કરી શકો છો એસી 2 ટિયરમાં 100 કિલો સામાન લઇને મુસાફરી કરી શકો છો થર્ડ એસી અને એસી ચેર કારમાં 40 કિલો સામાન લઇને મુસાફરી કરી શકો છો સ્લીપર ક્લાસમાં મુસાફર 80 કિલો સામાન પોતાની સાથે લઇ જઇ શકે છે સેકન્ડ ક્લાસમાં મુસાફર 70 કિલો સામાન પોતાની સાથે લઇ જઇ શકે છે બેગનો આકાર 100 સેમી x 60 સેમી. x 25 સેમીથી વધુ ન હોવું જોઇએ.