કરિશ્મા તન્ના હલ્દીના આ વીડિયોમાં પેસ્ટલ લહેંગામાં જોવા મળી રહી છે. હલ્દી સેરેમનીની શાનદાર તસવીરો તેણે પોસ્ટ કરી હતી. કરિશ્માની હલ્દી સેરેમનીના આ વાયરલ વીડિયોમાં કપલ વાઇટ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. કરિશ્માએ ફ્લોરલ જ્વેલેરી પહેરી છે. ખતરોં કે ખેલાડી 10ની વિનર કરિશ્મા પોતાના બોયફ્રેન્ડ વરુણ બંગેરાની સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. તે ઘણા સમયથી ડેટ કરી રહી હતી. વરુણ બંગેરા એક બિઝનેસમેન છે. નોંધનીય છે કે કરિશ્મા અને વરુણે નવેમ્બર 2014માં ગુપ્ત રીતે સગાઇ કર્યા હતા અને હવે પાંચ ફેબ્રુઆરીના રોજ તે લગ્ન કરશે. હલ્દી સેરેમનીમાં પરિવારના લોકો સામેલ થયા હતા.