ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની સિઝન આવતીકાલથી શરૂ થશે. એવા અનેક ખેલાડીઓ છે જે આ વર્ષે ઓરેન્જ કેપના દાવેદાર છે. ગ્લેન મેક્સવેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે છેલ્લી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તે પણ IPL 2022માં ઓરેન્જ કેપ જીતવાનો દાવેદાર છે. બેટ્સમેન ઈશાન કિશન આ વર્ષે ઓપનર તરીકે રમશે. કિશન આ વર્ષે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવી શકે છે. વિરાટ કોહલી આ વર્ષે તે પોતાના ટીકાકારોને બેટથી જવાબ આપી શકે છે. કોહલી માટે આ યાદીમાં સામેલ થવું હિતાવહ છે. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત પણ આ સિઝનમાં ઓરેન્જ કેપ જીતવાનો દાવેદાર છે. તેણે IPL 2018માં 684 રન બનાવ્યા હતા. લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન KL રાહુલ IPL 2022માં સૌથી વધુ રન બનાવવાનો સૌથી મોટો દાવેદાર છે.