ટીવી શો 'દેવોં કે દેવ મહાદેવ'માં પાર્વતીના રોલથી લોકપ્રિયતા મેળવનારી પૂજા બેનર્જી આજે ટીવીનો જાણીતો ચહેરો બની ગઇ છે. પૂજાએ તેની કારકિર્દીમાં ઘણા શો અને મ્યુઝિક વીડિયોમાં કામ કરીને તેની અભિનયની ક્ષમતા બતાવી છે. હાલમાં પૂજા પોતાની ફેમિલી લાઈફને એન્જોય કરી રહી છે. સોશિયલ મીડિયા પર પૂજા અવારનવાર પોતાના ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. ફેન્સને સરપ્રાઈઝ કરતી રહે છે. આ દરમિયાન પૂજાની ડ્રેસિંગ સેન્સે ફરીથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ટીવી પડદા પર સંસ્કારી વહુની ભૂમિકા નિભાવતી પૂજા બેનર્જી રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. પૂજાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં પૂજાએ સફેદ કલરનો ડ્રેસ પહેર્યો છે. પૂજાની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.